Dr. Amber Trivedi
આજ કાલ બહુ ચર્ચિત શબ્દ છે કોલેસ્ટ્રોલ.સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ શબ્દ બધા જ ઉપયોગ માં લે છે,પરંતુ તેના વિષે જાણવું અત્યંત જરૂરી છે.
કોલેસ્ટ્રોલ એક ચરબી જેવો પદાર્થ છે,જે શરીરમાં લોહીના પરિભ્રમણ દરમ્યાન ફરતો રેહે છે.તેના બે સ્વરૂપ હોય છે.
- LDL:આ ખરાબ પ્રકારનો કોલેસ્ટ્રોલ ગણાય છે,અને તેને કારણે આર્ટરી માં ગઠ્ઠા થાય છે,તેમજ કાર્ડીયોવાસ્ક્યુંલર રોગ જેવાકે એથ્રોસ્ક્લેરોસીસ,આર્ટરીયોસ્કલેરોસિસ ,જેવા રોગ થઇ શકે છે.
- HDL: આ સારા પ્રકારનો કોલેસ્ટ્રોલ કહેવાય છે.જે આર્ટરી માંથી નુકશાનકારક કોલેસ્ટ્રોલને દુર કરે છે.