Friday, October 28, 2011

HIGH CHOLESTEROL

હાઈ કોલેસ્ટ્રોલ:
Dr. Amber Trivedi

                 આજ કાલ બહુ ચર્ચિત શબ્દ છે કોલેસ્ટ્રોલ.સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ શબ્દ બધા જ ઉપયોગ માં લે છે,પરંતુ તેના વિષે જાણવું અત્યંત જરૂરી છે.
                 
                 કોલેસ્ટ્રોલ એક ચરબી જેવો પદાર્થ છે,જે શરીરમાં લોહીના પરિભ્રમણ દરમ્યાન ફરતો રેહે છે.તેના બે સ્વરૂપ હોય છે.
  1. LDL:આ ખરાબ પ્રકારનો કોલેસ્ટ્રોલ ગણાય છે,અને તેને કારણે આર્ટરી માં ગઠ્ઠા થાય છે,તેમજ કાર્ડીયોવાસ્ક્યુંલર રોગ જેવાકે એથ્રોસ્ક્લેરોસીસ,આર્ટરીયોસ્કલેરોસિસ ,જેવા રોગ થઇ શકે છે.
  2. HDL: આ સારા પ્રકારનો કોલેસ્ટ્રોલ કહેવાય છે.જે આર્ટરી માંથી નુકશાનકારક કોલેસ્ટ્રોલને દુર કરે છે.
                 મેડીકલ એક્સપર્ટ્સ નાં જણાવ્યા અનુસાર ટોટલ કોલેસ્ટ્રોલ લેવલ ૨૦0mg થી વધુ અને  HDL નું લેવલ 40mg થી ઓછું રહેવું જોઈએ નહી.

                 જ્યારે ખોરાકમાં હાઈ કોલેસ્ટર યુક્ત ડાયેટ અને મુખ્યત્વે સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટી એસીડ જાય ત્યારે કોલેસ્ટ્રોલ નાં લેવલ માં વધઘટ થાય છે.ઉપરાંત જીનેટિક ફેક્ટર,સ્મોકિંગ,બીન પ્રવૃત્તીમય જીવન,અને ઓબેસિટી ને કારણે ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે.

કોલેસ્ટેરોલ નિયંત્રિત રાખવા માટે કેટલાક સુચનો:
  1. પ્લાન્ટ બેઝ ખોરાક કોલેસ્ટ્રોલ  ઘટાડવાનો અકસીર ઉપાય છે.કારણકે એનિમલ બેઝ  ફૂડ માં કોલેસ્ટ્રોલ વધારનાર ફેટ હોય છે.મોનો સેચ્યુરેટેડ ફેટ યુક્ત ખાદ્યો LDL નાં જોખમ ઘટાડે છે.
  2. નટ્સ માં અન્સેચ્યુંરેટેડ  ફેટ હોય છે,જે હૃદયને ફાયદો કરે છે.એક સર્વે અનુસાર જે સ્ત્રીઓ પ્રતિ સપ્તાહ ૫ ઔંસ્ નટ્સ લે છે,તેમને હૃદયરોગ થવાનું જોખમ અન્યની સરખામણીએ ૧/૩ જેટલું ઘટી જાય છે.બીજા એક સંશોધન માં જે લોકો રોજ ૮ થી ૧૦ અખરોટ અન્ય ફેટ ની જગ્યાએ  ખાય છે,તેઓના LDL નાં લેવલમાં ઘણો ઘટાડો થાય છે.
  3. હાઈ-ફાયબર યુક્ત ખોરાક પણ LDL નાં લેવલને ઘટાડવામાં અકસીર સાબિત થાય છે.ઓટ,ગાજર,માં સોલ્યુબલ ફાઈબર હોય છે,જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ રૂપ છે.
  4. જે ખોરાક માં ફ્લેવોનોઈડ્સ્  અને લાયકોપીન વધુ હોય તે કોલેસ્ટ્રોલ લેવેલને સમતોલ રાખે છે.સાઈટ્ર્સ ફ્રુટ,સફરજન,ડુંગળી વગેરેમાં ફ્લેવોનોઈડ્સ  અને એપ્રિકોટ,ટામેટા,તથા તરબુચ માં લાય્કોપીન વઘુ હોય છે.
  5. વૈજ્ઞાનિકો માને છે કે,સલ્ફર કમ્પાઉન્ડ ધરાવતા ખાદ્યો જેવાકે લસણ,ડુંગળી માં પણ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની ક્ષમતા છે.રોજ લસણનું અડધું ફોડવું ખાવાથી ૧૦% જેટલું કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે.
  6. સોયા પ્રોટીન રોજ ૨૫ ગ્રામ લેવામાં આવે તો (૧/૨ કપ સોયા નટ્સ,અથવા સાડાત્રણ કપ સોયા મિલ્ક) LDL ઓછું કરે છે અને HDL વધારે છે.
  7. ફ્લેક્સ સીડ્સ માં વનસ્પતિજ પ્રોટીન,ફાયટોઈસ્ટ્રોજન,હાર્ટ માટે જરૂરી ફેટ,તથા સોલ્યુંબલ ફાઈબર વધુ હોય છે. વધુ હોય છે,અને આશ્ચર્યજનક પરિણામ આપે છે.
                  કોલેસ્ટ્રોલ  ઓછું કરવા,નીયન્ત્રિત કરવા ,કે જાળવી રાખવા ઉપર ની સૂચનાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે.ઉપરાંત ઓલીવ ઓઈલ,એવોકાડો,બીન્સ,જેવા ખોરાક પણ ઉપયોગમાં લેવાવા જોઈએ.જો યોગ્ય ખોરાક પદ્ધતિ હોય ટો કોલેસ્ટ્રોલ નો પ્રશ્ન હાલ કરવો મુશ્કેલ નથી.

No comments:

Post a Comment