Saturday, October 22, 2011

FOOD ADDITIVES

ફૂડ એડીટીવ્ઝ
Dr.Amber Trivedi

              સદીઓથી ખોરાકને વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.ખોરાકમાં રંગ ઉમેરવા,તેનો સંગ્રહ કરવો,કે પછી ખોરાકને સુગંધિત બનાવવો જેવા અનેક અખતરાઓ થયાજ કરે છે.સાચું કહીએતો માનવી ખાધ્યપદાર્થોને અવનવી રીતે ઉપયોગમાં લેવા ઈચ્છે છે.જેમાં કઈ ખોટું નથી ,પરંતુ તેના સારા નરસા બંને પાસા નો અભ્યાસ કરવો જરૂરી છે.

             કેટલાક એડીટીવ્ઝ બેક્ટેરિયા દ્વારા થતા બગાડ ને અટકાવે છે,તો કેટલાક ખાદ્ય પદાર્થ્યને સ્વાદીષ્ટ અને સુગંધિત બનાવે છે.પણ શું એ આપણને નુકશાન પણ પહોંચાડી શકે છે?આ બાબત ખુબ જરૂરી છે,કારણકે આજના યુગ માં ઇન્સ્ટન્ટ અને તૈયાર ખોરાક ખાવાનું પ્રમાણ વધ્યું છે.

             કેટલીક વાર એડીટીવ્ઝ નાં ઉપયોગ થી એલર્જી જોવા મળે છે.ક્યારેક નિમ્ન કક્ષા નાં ખાદ્ધયોને આવા પ્રયત્નોથી ઉચ્ચ ગુણવત્તા વાળા બતાવવા નો પ્રયત્ન થાય છે,જેમાં પોષણ નું સ્તર જળવાતું નથી.

કેટલાક એડીટીવ્ઝ વિષે વિગતે માહિતી મેળવીએ.

PRESARVATIVES:

  1. Nitrites and Nitrates(E249-52): પ્રોસેસ્ડ માંસ,જેવાકે સોસેજ,બેકોન,હેમ તથા સ્મોકડ ફીશ માટે વપરાય છે.
  2. Benzoic acid and benzoates(E-210-19): સોફ્ટ ડ્રીન્કસ,બીન્સ,સલાડ ક્રીમ,
  3. Sulphur dioxide and sulphites ( E-220-28): ડ્રાય ફ્રુટ ,કોપરાનો ચૂરો,ફ્રુટ બેસ્ડ પીમાં કરાતું ફીલીંગ.
             આ તમામ, ખોરાક ને ફંગી અને બેક્ટેરિયા થી બછાવે છે અને તેની શેલ્ફ-લાઈફ વધારે છે.Nitrites તથા Sulphur dioxide ડ્રાયફ્રુટ તથા માંસ માં રંગ જાળવી રાખવા નું કામ કરે છે.ભાગ્યેજ ક્યારેક સલ્ફર કમ્પાઉન્ડ્સ અસ્થમા જેવી એલર્જી કરી શકે છે.નાઈટ્રીટસ કર્સીનોજેનીક પદાર્થમાં વિકસી શકે છે.

                Antioxidant
  1. Ascorbic acid/ascorbates (E300-4): તેયાર ફ્રુટ જ્યુસ,ફ્રુટ જામ,અને ટીનફૂડ માં વપરાય છે.
  2. BHA/BHT (E320-21): ચરબી યુક્ત ખાદ્યો જેવાકે વેફર્સ,બિસ્કીટ્સ,પાઈ,જેવા ખોરાક ના સંરક્ષણ માટે વપરાય છે.
             એસ્કોર્બિક એસીડ ફળના રસની બ્રાઉનીંગ પ્રક્રિયા અટકાવે છે.અને ફેટી ફૂડ ને ખરાબ થતા રોકે છે.આનો ઉપયોગ ઘઉંની બેકિંગ ક્વોલીટી સુધારવામાં મદદ કરે છે.


COLOURING:
  1. TARTRAZINE (E-102)
  2. QUINOLINE YELLOW (E-104)
  3. SUNSET YELLOW (E-110)
  4. BEETROOT RED (E-162)
  5. CARAMEL (E-150)
  • ઘણા પ્રોસેસ્ડ ફૂડ ખાસ કરીને બાળકોની ચોકલેટ,પીપરમીન્ટ,સ્કવોશ,બીજા સોફ્ટ ડ્રીંક,જામ,માર્ગરીન,બિસ્કીટ્સ અને કેક જેવા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ માં લેવાય છે.
  • આના ઉપયોગને કારણે ખોરાક વધુ આકર્ષક લાગે છે,તેમ જ લોકોની કેટલાક ખોરાક ના દેખાવની અપેક્ષા પૂરી કરે છે.
  • ક્યારેક બાળકોમાં ઉધરસ શ્વાસનાઅવાજવાળી ખાંસી,(WHEEZINESS)હાયપર એક્ટીવીટી જોવા મળે છે.

FLAVOUR ENHANCERS:

  1. MONOSODIUM  GLUTAMATE,OR MSG(621):
  2. MONOPOTASIUM GLUTAMATE (622)
  3. SODIUM  INOSINATE (631):
ચાઈનીઝ ફૂડ,ગ્રેવી પાવડર ,સ્ટોક ક્યુબ્સ,પેકેટ સૂપ,ટીન અને પ્રોસેસ્ડ મીટ .
  • ઘણા ટીન અને પ્રોસેસ્ડ ખાડ્યોની સુગંધમાં વધારો કરે છે.
EMULSIFIERS, STABILISERS AND THICKENERS:
  1. GUAR GUM(E-412)
  2. GUM ARABIC(E-414)
  3. PECTINS(E-410)
  4. CELLULOSE(E-460)
  5. LECITHIN(E-322)
  6. GLYCEROL(E-422)
સોસેજ,સૂપ,બેકરીપ્રોડક્ટ્સ,ફ્રોઝન ડેઝર્ટ,આઈસ્ક્રીમ,માર્ગરીન,વિવિધ સ્પ્રેડ,જામ,ચોકલેટ,ઝડપથી સેટ થતા ડેઝર્ટ,તથા મિલ્ક શેક માં વપરાય છે.
  • ખાદ્ય પદાર્થનું ટેક્સચર  અને જથ્થો વધારે છે.તેને સ્મુધ અને ક્રીમી બનાવે છે.ચરબી અને પાણી ને છુટા પાડવા દેતા નથી.ક્યાંરેક ગમ ને કારણે જઠર અને આંતરડામાં દૂ:ખાવો થાય છે,
ટૂંકમાં કહીએ તો કૃત્રિમ વસ્તુઓની ઉમેરણી બહુ જ જરૂર ના  હોય તો ના કરવી,અને તેયાર ખોરાકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો હિતાવહ છે.

No comments:

Post a Comment