Wednesday, December 21, 2011

Rheumatoid Arthritis

ડૉ.અંબર તરલ                                                                    ૨૨/૧૨/૧૧ 

              આર્થરાઈટીસનો અર્થ થાય છે,સાંધાઓમાં દુખાવો.આ એક ક્રોનિક,અને વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે.દુનિયામાં લગભગ ૧૦૦ જેટલા પ્રકારના આર્થરાઈટીસ હોય છે,જેમ કે:ઓસ્ટીઓ આર્થરાઈટીસ,રૂમેટોઇડ આર્થરાઈટીસ,ગાઉટઅને સોરિયાટીક આર્થરાઈટીસ.
             રૂમેટોઇડ આર્થરાઈટીસ એ કોમન ગણાતો પ્રકાર છે.પ્રત્યેક આર્થરાટીસઈમા દર્દીને જુદા-જુદા લક્ષણો જોવા મળે છે.તેથી ચોક્કસ કયા પ્રકારનોઆર્થરાટીસઈ છે,તે  નક્કી થયા પછી જ ટ્રીટમેન્ટ શરુ થાય છે.આ એક ક્રોનિક,અને સિસ્ટેમેટીક રોગ છે જે સંધાઓના જોડાણમાં બળતરા થી શરુ થાય છે,જેને કારણે દુખાવો,સોજો,સ્ટીફનેસ,તથા મોબિલીટી ઓછી થવી જેવી તકલીફો જણાય છે.આ એક હઠીલો રોગ છે,જે થયા પછી વર્ષો સુધી ખસતો નથી.અને હાડકા,લીગામેન્ટ,કાર્ટીલેજ અને સાંધાઓને નુકશાન પહોંચાડે છે.આ પ્રકારના આર્થરાઈટીસમા આંખ,ફેફસાં,અને શરીરના અન્ય અવયવોને પણ નુકશાન થાય છે.
સમગ્ર વિશ્વમાં આ રોગ જોવા મળે છે,દુનિયાની લગભગ ૧.૫%વસ્તી આનો ભોગ બંને છે.સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ ૩ ગણો વધારે જોવા મળે છે.
લક્ષણો:
              વ્યક્તિગત રીતે આના ચિહ્નો અલગ અલગ જણાય છે.ઘણાને સતત દુખાવો રહે છે તો ઘણાને ક્યારેક જ થાય છે.રોગની શરૂઆતમાં થાક,સાંધામાં સોજો,બળતરા,સાંધા કડક થઇ જવા જેવા ચિહ્નો દેખાય છે.આ ઉપરાંત ક્યારેક તાવ,ભુખ ણ લાગવી,એનીમિયા,અશક્તિ પણ જોવા મળે છે.
RA એક ઓટો ઈમ્યુન ડીસીઝ છે,જે શરીરના તંદુરસ્ત સાંધાઓ અને તેના કોષો પર અસર કરવાનું શરુ કરે છે.આ ચેપી રોગ નથી.
સારવાર:
            દવા,આરામ,કસરત,અને આહાર આના ઉપાય છે.જ્યારે રોગની તીવ્રતા હોય ત્યારે આરામ અને જ્યારે સારું હોય ત્યારે કસરત એ આની રાહત માટેના ઉપાય છે
આહારીય સારવાર:
વિટામીન-C અને E -રૂમેટોઇડ આર્થરાઈટીસ થતો રોકવા અને થયો હોય ત્યારે મદદરૂપ બનવા જરૂરી છે.
સેલેનીયમ-એન્ટીઓકસીડેન્ટ નાં કાર્યને ઉત્તેજન આપે છે.
ઝીંક-દુખાવો હળવો કરવામાં મદદ કરે છે.
વિટામીન B -અને તેમાંય ફોલેટ ખુબ જરૂરી છે.

કેટલાંક ખાદ્ધ્ય પદાર્થો આ રોગ મા અકસીર સાબિત થાય છે તેવું સંશોધન થયેલ છે.
  1. પાઈનેપલ-આમાં બ્રોમેલીન હોય છે.જે બળતરા રોકવા માટે અને દુખાવો કરનાર કમ્પાઊંડને બનતા રોકવા મા મદદ કરે છે.
  2. સફરજન,બેરીઝ,ખાટા ફળ,ડુંગળી,લીલી ચા-આ સંધાને જોડતા ટીશ્યુ ને સપોર્ટ કરે છે,અને દુખાવો અટકાવે છે.
  3. સેલ્મોન,મેકેરેલ,ટુના,ફ્લેક્સ સીડ-ઓમેગા-૩ ફેટી એસીડ યુક્ત આ ખાદ્યો સાંધામાં  સ્ટીફનેસ,થાક,વગેરેને અટકાવવામાં ફાયદા કારક છે. 
  4. આદુ-આમાં શોલોગ્સ અને જીન્જેરોલ્સ હોય છે જે બળતરા કરતા તત્વોને રોકે છે.
  5. મરચા,સ્ટ્રોબેરી-વિટામીન સી યુક્ત આ ખાદ્યો હિલિંગ માટે જરૂરી છે.વાળી સાંધા નાં  દુખાવામાં રાહત પણ આપે છે.
  6. આવોકાડો,નટ્સ,સીડ્સ,આખા અનાજ-જેમાં વિટામીન-ઈ હોય છે,જે સ્ટીફનેસ અને દુખાવા મા રાહત આપે છે.
  7. હળદર-ખુબ શક્તિશાળી એન્ટીઓકસીડન્ટ છે.શરીરની પોતાની દુખાવો દુર કરવાની શક્તિને એક્ટીવેટ કરે છે.
રૂમેટોઇડ આર્થરાઈટીસ થયા પછી જલ્દી મટતો નથી તેથી તે નથાય માટે પુરતી કાળજી જરૂરી છે.





Monday, December 5, 2011

કમળો -JAUNDICE.

ડૉ.અંબર તરલ   ૦૬/૧૨/૧૧.                                                                                         


             કમળા ને સાદી ભાષામાં પીળીયો તરીકે ઓળખવામાં આવે છે.કારણકે લોહીમાં બાઈલ પીગ્મેન્ટ વધી જવાને કારણે ત્વચા અને મ્યુક્સ મેમ્બ્રેન નો રંગ પીળો પડી જાય છે.સામાન્ય રીતે લીવર ને આપના શરીરની રસાયણ શાળા કહેવામાં આવે છે.કારણકે,લીવર તે બાઈલ રસનો સ્ત્રાવ કરે છે,અગત્યના શક્તિદાયક પોષકતત્વો -કાર્બોદિત,પ્રોટીન અને ચરબી નાં  મેટાબોલીઝમ મા ભાગ લે છે.
             આપણા શરીરમા ગોલબ્લેડરમા આ બાઈલ નો સંગ્રહ થાય છે અને જ્યારે આંતરડામાં ખોરાકનું પાચન થાય ત્યારે તેને આ બાઈલ પુરો પાડે છે.બાઈલ રસ ચરબીના પાચન અને શોષણ તથા ચરબી દ્રાવ્ય  વિટામીનોના શોષણ માટે અત્યંત જરૂરી છે.પેન્ક્રીયાઝ્માથી પેન્ક્રીયાતિક રસ ઝરે છે ,જેમા proteases,amylase ,lipase રહેલા હોય છે,જે આંતરડામાં ખોરાકના પાચન ને મદદ કરે છે.વાળી પેન્કીયાઝ્ના આઈલેટસ્ ઓફ લેન્ગરહેંસ ણા બીટા કોષોદ્વારા ઇન્સ્યુલીન નો સ્ત્રાવ થાય છે ,જે કાર્બોદિત નામેટાબોલીઝમ માટે જરૂરી છે.
લીવર જો આટલા બધા અગત્યના કાર્ય કરતું હોય તો સ્વાભાવિક છે કે,એમાં કોઇપણ તકલીફ થવાથી અનેક રોગ થઇ શકે.અને એમાનો એક છે કમળો JAUNDICE.


કમળો નીચેના મુખ્ય ત્રણ કારણોસર થાય છે,
  1. હિમોલીટીક -લાલ રક્ત કણોના વધુ પડતા તૂટવાથી .
  2. ઓબ્સ્ત્રક્વટીવ -બાઈલ ના માર્ગમાં કોઈ અવરોધ આવવાથી .
  3. હિપેટોસેલ્યુલર -વાઈરલ ઇન્ફેક્શન અથવા ટોક્સિક દવાઓને કારણે લીવરને નુકશાન પહોંચવાથી
આહારીય ચિકિત્સા -
આ રોગ મા ખોરાક અગત્યનો ભાગ ભજવે છે.
કેલરી-૧૫૦૦ થી ૨૦૦૦ 
પ્રોટીન-રોગની તીવ્રતા પર આધારિત છે.જો હિપેટીક કોમા કે પ્રીકોમાં હોય તો પ્રોટીન બિલકુલ બંધ કરી ,નાક      દ્વારા(ટ્યુબ)કાર્બોહાઈડ્રેટઅપાય છે.જો સીરમ બીલીરુબીન ૧૫મીલીગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામે હોયતો તો ૪૦ ગ્રામ જેટલું પ્રોટીન આપી શકાય.જો કમળો ઓછો હોય તો ૬૦ થી ૮૦ ગ્રામ પ્રોટીન આપી શકાય.
ચરબી- લીવર ચરબી નું મેટાબોલીઝમ કરી શકતું નથી ,તેથી ચર્ઓછી આપવી જોઈએ
કાર્બોહાઈડ્રેટ-આ કેલરીનું મુખ્ય સ્ત્રોત છે.ગ્લુકોઝ આનો મુખ્ય સોર્સ છે.ફ્રુટ જ્યુસ,પોરીજ,ખાંડ યુક્ત પુડિંગ ,અનાજ આપી શકાય છે.
વિટામિન્સ-તમામ વિટામીન જરૂરી પ્રમાણ મા આપવા જોઈએ.
મીનરલ-ખોરાકમાં મીઠા દ્વારા સીરમ  સોડીયમ અને પોટાશિયમ નું પ્રમાણ જાળવવું જોઈએ.

ઝોન્ડીસ આજકાલ વ્યાપક પ્રમાણમાં  જોવા મળતો  રોગ છે.પ્રદુષિત પાણી આને માટે જવાબદાર ગણી શકાય,ઉપરાંત બજારમાં ખુલ્લા મળતા ખોરાક ,પણ કારણભૂત માની શકાય.આ રોગ માંથી વાઈરલ હિપેટાઇટીસ થતા વાર લાગતી નથી.

સંપૂર્ણ આરામ ,ખોરાકની કાળજી અને ગ્લુકોઝની વધુ માત્રા કમળામાંથી સાજા થવાની અકસીર ચાવી છે.


Sunday, November 27, 2011

સાયનસ (sinusitis)

  ડૉ.અંબર તરલ .
                                                                                                           ૨૮/૧૧/૨૦૧૧.

             સમગ્ર વિશ્વ માં આ એક કોમન પ્રોબ્લેમ જોવા મળે છે.સાયનસ કેવીટીમાં ઇન્ફેકશન થવાને કારણે બળતરા શરુ થાય છે.સામાન્ય રીતે સાયનસ નાં બે પ્રકાર પડે છે.
  1. એક્યુટ 
  2. ક્રોનિક.
             ૧ એક્યુટ-આ પ્રકારનું સાયનસ ૩ કે તેથી વધુ અઠવાડિયા સુધી રહે છે.
             ૨ ક્રોનિક-જે ૩ થી ૮ અઠવાડિયા સુધી કે તેથી પણ લાંબો સમય ચાલુ રહી શકે છે.

Saturday, November 19, 2011

Diabetes

             મધુપ્રમેહ તરીકે ઓળખાતો આ રોગ આજના યુગમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.આને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી જોઈએ.

             મનુષ્યના શરીરમાં દાખલ થતા ખોરાકમાં કાર્બોદિત હોય છે,જે શરીરને ઉર્જા આપવા માટે જરૂરી છે.આ કાર્બોદિત નું શરીરમાં ગ્લુકોઝ માં રૂપાંતરણ થાય છે,અને તે રક્ત દ્વારા શરીરના વિવિધ ભાગમાં પહોંચે છે.શરીરને જરૂર જેટલો ગ્લુકોઝ મળ્યા પછી,વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજન માં રૂપાંતરણ થાય છે અને તે લીવરમાં સંગ્રહાય છે.જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે આ ગ્લાયકોજનનું ફરીથી ગ્લુકોઝ માં રૂપાંતરણ થઇ શરીરને પહોંચાડાય છે.

Sunday, November 13, 2011

PROTEIN


  
પ્રોટીન
Dr. Amber Trivedi

             ઈ.સ.૧૮૩૮માં ડચ વૈજ્ઞાનિક મુલડર દ્વારા પ્રોટીન ની શોધ કરવામાં આવી.ગ્રીકમાં પ્રોટીન નો અર્થ થાય છે પ્રથમ આવનાર.જીવન માટે અતિ આવશ્યક. પ્રોટીન સાચે જ તમામ પોષક તત્વોમાં અગ્ર સ્થાને બિરાજે છે.
             તમામ સજીવમાં પ્રોટીન ની ઉપસ્થિતિ  તો હોય જ છે. આવા અગત્યના પોષક તત્વ વિષે જાણવું જરૂરી છે.

10 Most Important Minerals ans Vitamins for the Human Body


શરીર માટે જરુરી ૧૦ અગત્યના ક્ષાર તથા વિટામીન:
Dr.Amber Trivedi
Date: 24/9/2011.

ગયા લેખ માં આપણે વિટામીન-A વિષે થોડી માહિતી મેળવી .આજે આપણા શરીર માટે ખુબ જરૂરી એવા દસ પોષકતત્વો વિષે જાણીએ.

  • CALCIUM: 
             ઓસ્ટીઓપોરોસીસ ,માનસિક તાણ,હૈ બ્લડપ્રેશર,હાઈપર થાઈરોડીઝમ,વધુ વજન ,મેનોપોઝ,કે સગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી છે.-જે આપણને દૂધ અને દૂધની બનાવટો, લીલી ભાજી,રાગી,બ્રોકોલી,સલ્મોન માંથી તથા ટોફુ માંથી મળી રહે છે.

FOOD AND NUTRIENTS

આહાર અને પોષક તત્વો 
Dr Amber Trivedi
Date-08/10/11
                               
આજકાલ પોષક તત્વો એ એક બહુ ચર્ચિત વિષય છે.બધા જ જાણે છે કે જીવવા માટે ખાવું પડે.જો કે ધણા ખાવા માટે જીવતા હોય છે,તે અલગ વાત છે.ખોરાક ખાવો અને એમાંથી પોષણ મળવું બંને અલગ-અલગ બાબત છે,કારણકે ,પોષક તત્વો વિશાળ  શ્રેણી ધરાવે છે.અને દરેક પોષકતત્વો જુદી-જુદી રીતે અને જુદા-જુદા હેતુ માટે હોય છે.ખોરાકનો કોળિયો મો માં મુકનારને કદાચ ખબર નથી હોતી કે ,એક કોળિયો કેટલો અગત્યનો છે.દિવસ દરમ્યાન વ્યક્તિએ કેટલું ખાવું,કયા ખાદ્ય પદાર્થો ખાવા ,કઈ પધ્ધતિ થી રાંધીને ખાવું  આ બધી ઝીણી બાબતો ની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે.

FAT

ફેટ
Dr.Amber Trivedi
            
             દરેક માનવી ફેટ શબ્દનો જુદો-જુદો અર્થ કરે છે,કોઇક તેને સ્વાદ વધારનાર,તો કોઈક હાર્ટડીસીઝ માટે જવાબદાર ગણે છે.હકીકતમાં ફેટ એટલેકે ચરબી-- શક્તિનો સંતૃપ્ત સ્રોત છે.૧ ગ્રામ ચરબી આપણને ૯ કેલેરી આપે છે,જ્યારે ૧ ગ્રામ પ્રોટીન અને એક ગ્રામ કાર્બોદિત ૪ કેલેરી આપે છે.પ્રાણીના એડીપોસ ટીશ્યુમાં તેનો સંગ્રહ થાય છે.આહારમાં લેવાતી ચરબીનું પહેલા ઈમ્લ્સીફીકેશન ,પાચન અને ત્યારબાદ અવશોષણ થાય છે.આ બધી પ્રક્રિયા પછી જ ફેટ નો ઉપયોગ થાય છે.

          શરીરને શક્તિ આપવાનું કાર્ય કાર્બોદિત તથા પ્રોટીન પણ કરે છે,પરંતુ જો ખોરાકમાં પુરતો કાર્બોહાઈડ્રેટ.હોય તો ચરબી શરીરની એડીપોસ પેશીઓમાં સંગ્રહાય છે.તેથી વધુ વજન ધરાવતી વ્યક્તિએ ચરબી ઉપરાંત કાર્બોહાઈડ્રેટ પણ ઓછું લેવું જોઈએ.

Monday, November 7, 2011

HIGH BLOOD PRESSURE

હાઈ બ્લડપ્રેશર 
Dr.Amber Trivedi.
Date-07/11/11
                                
શરીર ની રચના અદભૂત હોય છે,કોઈ કુશળ કારીગરે ગોઠવેલી વ્યવસ્થા અનુસાર આપણી દેનિક પ્રક્રિયાઓ શરીરની અંદર ચાલ્યા જ કરે છે.હૃદયને સૌથી અદ્ત્યનું અંગ માનવામાં આવે છે,પરંતુ હકીકતમાં તો શરીરનું નાનામાં નાનું અંગ પણ અત્યંત મહત્વ ધરાવે છે.

હાઈબ્લડ પ્રેશર હૃદય ની નળીઓને લગતી બીમારી છે.આજના યુગ માં તેનો રેશિયો દિન-પ્રતિદિન ઉંચો જતો જાય છે.૧૦ માંથી લગભગ ૨ વ્યક્તિ આ રોગ નો શિકાર હોય છે.કેટલાક જાણતા હોય છે,તો કેટલાકને હાર્ટમાં તકલીફ ઉભી નાં થાય ત્યા સુધી ખબર જ નથી પડતી.

Friday, October 28, 2011

HIGH CHOLESTEROL

હાઈ કોલેસ્ટ્રોલ:
Dr. Amber Trivedi

                 આજ કાલ બહુ ચર્ચિત શબ્દ છે કોલેસ્ટ્રોલ.સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ શબ્દ બધા જ ઉપયોગ માં લે છે,પરંતુ તેના વિષે જાણવું અત્યંત જરૂરી છે.
                 
                 કોલેસ્ટ્રોલ એક ચરબી જેવો પદાર્થ છે,જે શરીરમાં લોહીના પરિભ્રમણ દરમ્યાન ફરતો રેહે છે.તેના બે સ્વરૂપ હોય છે.
  1. LDL:આ ખરાબ પ્રકારનો કોલેસ્ટ્રોલ ગણાય છે,અને તેને કારણે આર્ટરી માં ગઠ્ઠા થાય છે,તેમજ કાર્ડીયોવાસ્ક્યુંલર રોગ જેવાકે એથ્રોસ્ક્લેરોસીસ,આર્ટરીયોસ્કલેરોસિસ ,જેવા રોગ થઇ શકે છે.
  2. HDL: આ સારા પ્રકારનો કોલેસ્ટ્રોલ કહેવાય છે.જે આર્ટરી માંથી નુકશાનકારક કોલેસ્ટ્રોલને દુર કરે છે.

Saturday, October 22, 2011

FOOD ADDITIVES

ફૂડ એડીટીવ્ઝ
Dr.Amber Trivedi

              સદીઓથી ખોરાકને વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.ખોરાકમાં રંગ ઉમેરવા,તેનો સંગ્રહ કરવો,કે પછી ખોરાકને સુગંધિત બનાવવો જેવા અનેક અખતરાઓ થયાજ કરે છે.સાચું કહીએતો માનવી ખાધ્યપદાર્થોને અવનવી રીતે ઉપયોગમાં લેવા ઈચ્છે છે.જેમાં કઈ ખોટું નથી ,પરંતુ તેના સારા નરસા બંને પાસા નો અભ્યાસ કરવો જરૂરી છે.

             કેટલાક એડીટીવ્ઝ બેક્ટેરિયા દ્વારા થતા બગાડ ને અટકાવે છે,તો કેટલાક ખાદ્ય પદાર્થ્યને સ્વાદીષ્ટ અને સુગંધિત બનાવે છે.પણ શું એ આપણને નુકશાન પણ પહોંચાડી શકે છે?આ બાબત ખુબ જરૂરી છે,કારણકે આજના યુગ માં ઇન્સ્ટન્ટ અને તૈયાર ખોરાક ખાવાનું પ્રમાણ વધ્યું છે.

             કેટલીક વાર એડીટીવ્ઝ નાં ઉપયોગ થી એલર્જી જોવા મળે છે.ક્યારેક નિમ્ન કક્ષા નાં ખાદ્ધયોને આવા પ્રયત્નોથી ઉચ્ચ ગુણવત્તા વાળા બતાવવા નો પ્રયત્ન થાય છે,જેમાં પોષણ નું સ્તર જળવાતું નથી.

કંચન વરણી કાયા અને આહાર.


કંચન વરણી કાયા અને આહાર.
Dr. Amber Trivedi
Date :18/9/2011
સુંદરતા ને બે પ્રકાર ની બાબતો સાથે સંબંધ છે.

૧ બાહ્ય
૨ આંતરિક

        બાહ્ય સુંદરતા માટે લોકો અનેક જાત નાં પ્રયોગો કરે છે.જેમ કે સારા વસ્ત્રો ,સારો દેખાવ,કૃત્રિમ પ્રસાધનો.લોકો જાણે છે કે ,સારો દેખાવ સામેની વ્યક્તિ પર સારો પ્રભાવ પાડે છે.પરંતુ હકીકત એ છે કે,બહાર થી સારા દેખાવા માટે અંદર ની સુંદરતા પણ એટલી જ જરૂરી છે.
        વ્યક્તિ ની આંતરિક સુંદરતા ઘણા પરિબળો પર આધારિત છે,જેમાં સૌથી અગત્યનો ગણાય તે છે સ્વભાવ.ઘણા લોકો પ્રશ્ન કરે છે કે સ્વભાવ ને અને સુંદરતાને શું સંબંધ હોઈ શકે?તો ચાલો આજે આપને એના વિષે જ વાત કરીએ.