Saturday, November 19, 2011

Diabetes

             મધુપ્રમેહ તરીકે ઓળખાતો આ રોગ આજના યુગમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.આને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી જોઈએ.

             મનુષ્યના શરીરમાં દાખલ થતા ખોરાકમાં કાર્બોદિત હોય છે,જે શરીરને ઉર્જા આપવા માટે જરૂરી છે.આ કાર્બોદિત નું શરીરમાં ગ્લુકોઝ માં રૂપાંતરણ થાય છે,અને તે રક્ત દ્વારા શરીરના વિવિધ ભાગમાં પહોંચે છે.શરીરને જરૂર જેટલો ગ્લુકોઝ મળ્યા પછી,વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજન માં રૂપાંતરણ થાય છે અને તે લીવરમાં સંગ્રહાય છે.જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે આ ગ્લાયકોજનનું ફરીથી ગ્લુકોઝ માં રૂપાંતરણ થઇ શરીરને પહોંચાડાય છે.


              આ સામાન્ય લાગતી ક્રિયા માં ક્યારેક રુકાવટ આવે છે.શરીરમાં આવતી શર્કરા નું દહન કરવાનું કાર્ય પેન્ક્રીયાઝ્ની બાજુમાં આવેલા આઈલેટસ ઓફ લેન્ગરહેન્સ નાં બીટા કોષોમાં ઉત્પન્ન થતો ઇન્સ્યુલીન નામનો સ્ત્રાવ કરે છે.જ્યારે રક્તમાં શર્કરાનું પ્રમાણ ઇન્સ્યુલીન નાં ગજા કરતા વધી જાય ત્યારે, ડાયાબીટીસ થયો એમ કહેવાય છે.

ડાયાબીટીસ બે પ્રકારનો હોય છે.
  1.  ટાઈપ-૧
  2.  ટાઈપ-૨
.           ટાઈપ-૧ ડાયાબીટીસ મોટે ભાગે બાળપણ કે યુવાવસ્થામાં થાય છે,જેનું પ્રમાણ ઓછું છે.

            ટાઈપ-૨ ડાયાબીટીસ ૯૦% કેસમાં જોવા મળે છે.આ પ્રકારનો ડાયાબીટીસ પુખ્ત વ્યક્તિને કે આધેડ વ્યક્તિને થાય છે. સામાન્ય રીતે ટાઈપ-૨ ડાયાબીટીસ ૪૦ વર્ષ ની આસપાસ શરુ થાયછે,ધીમે-ધીમે વધે છે.

ડાયાબીટીસ થવાના કારણો :
              વધુ વજન,વારસો,કેટલાક એન્ડોક્રાઇન હોર્મોન્સ નું અસમતોલન,માનસિક તાણ,જેવા અનેક કારણો આ રોગ પાછળ જવાબદાર છે.પરંતુ ખોરાકની અયોગ્ય ટેવ આ બધાથી આગળ નીકળી જાય છે.
ડાયેટ વિષે ચર્ચા કરતા પહેલા એ જાણવું જરૂરી બને છે કે ,દરેક ડાયેટ દરેકને લાગુ પાડી શકાય નહી.

             પ્રત્યેક વ્યક્તિ એ પોતાના ડોક્ટર કે ડાયેટિશિયન ણી સલાહ લેવી જરૂરી છે.કારણકે કેટલો ડાયાબીટીસ છે અને કેટલી ઇન્સ્યુલીન બહારથી આપવા માં આવે છે તે ગણતરી કર્યા પછીજ આહાર આયોજન કરી શકાય છે.

આહાર અંગે જરૂરી બાબતો:

  1. કોમ્પ્લેક્ષ્ કાર્બોહાઈડ્રેટ:આ શરીર માં ધીરે-ધીરે પચે છે અને સમય-સમય અનુસાર ગ્લુકોઝ રક્તમાં વહેતો મુકે છે,તેમજ સામાન્ય ગ્લુકોઝના લેવલને જાળવી રાખે છે.બીન્સ,આખા અનાજ,લીલા શાકભાજી,માંથી મળે છે.
  2.  ફાઈબર:સોલ્યુબલ ફાઈબર સીરમ કોલેસ્ટ્રોલ અને ગ્લુકોઝ લેવલને ઘટાડે છે તેમજ વજન ને વત્તું રોકે છે.બીન્સ,મસુર,એસ્પારાગસ ,ભાજી માંથી મળે છે.
  3.  મેગ્નેશીયમ :લો સીરમ મેગ્નેશ્યમ લેવલ ટાઈપ-૨ ડાયાબીટીસ ને પ્રીડીકટ કરે છે.જે ખાદ્ધયો માગ્નેશ્યામ સમૃદ્ધ હોય તે ફાઈબર સમૃદ્ધ પણ હોય છે.તાંદળજો,બ્રાઉન રાઈસ,અને સૂર્યમુખીના બીજ આનો સારો સ્ત્રોત્ર છે.
  4. મોનોસેચ્યુરેટેડ ફેટી એસીડ :લોહીમાં ગ્લુકોઝ નાં લેવેલને ઘટાડે છે.અને સેચ્યુરેટેડ ફેટના સ્થાને લેવાથી હૃદયરોગ અને ઓબેસિટી માં ફાયદારૂપ બને છે.આવોકાડો,કેનોલા ઓઈલ,નટ્સ,અને ઓલીવ ઓઈલ આના પ્રાપ્તિ સ્થાન છે.
  5. વિટામીન-સી:કનેકટીવ ટીશ્યુ અને વેઇન નું રક્ષણ કરે છે.ઘણા ડાયાબીટીસ નાં રોગી વાસકયુંલર તકલીફ ધરાવતા હોય છે જેમને માટે આ વિટામીન સારું છે.ખાટા ફળો,બ્રોકોલી,બેલ પેપર,કોબીજ,કોથમીર જેવા ખાધ્યોમાં થી મળે છે.

આઉપરાંતખાંડ,તેનીબનાવટ,શેરડી,ગોળ,મીઠાઈ,આઈસ્ક્રીમ,પીણા વગેરે લેવા જોઈએ નહી.

1 comment: