Sunday, November 13, 2011

FAT

ફેટ
Dr.Amber Trivedi
            
             દરેક માનવી ફેટ શબ્દનો જુદો-જુદો અર્થ કરે છે,કોઇક તેને સ્વાદ વધારનાર,તો કોઈક હાર્ટડીસીઝ માટે જવાબદાર ગણે છે.હકીકતમાં ફેટ એટલેકે ચરબી-- શક્તિનો સંતૃપ્ત સ્રોત છે.૧ ગ્રામ ચરબી આપણને ૯ કેલેરી આપે છે,જ્યારે ૧ ગ્રામ પ્રોટીન અને એક ગ્રામ કાર્બોદિત ૪ કેલેરી આપે છે.પ્રાણીના એડીપોસ ટીશ્યુમાં તેનો સંગ્રહ થાય છે.આહારમાં લેવાતી ચરબીનું પહેલા ઈમ્લ્સીફીકેશન ,પાચન અને ત્યારબાદ અવશોષણ થાય છે.આ બધી પ્રક્રિયા પછી જ ફેટ નો ઉપયોગ થાય છે.

          શરીરને શક્તિ આપવાનું કાર્ય કાર્બોદિત તથા પ્રોટીન પણ કરે છે,પરંતુ જો ખોરાકમાં પુરતો કાર્બોહાઈડ્રેટ.હોય તો ચરબી શરીરની એડીપોસ પેશીઓમાં સંગ્રહાય છે.તેથી વધુ વજન ધરાવતી વ્યક્તિએ ચરબી ઉપરાંત કાર્બોહાઈડ્રેટ પણ ઓછું લેવું જોઈએ.

ચરબી ને વિવિધ વિભાગમાં વહેંચવા માં આવે છે.

  1. સિમ્પલ ફેટ -  આ ન્યુટ્રલ ફેટ છે.ગ્લીસરોલ  બેઇઝ છે.ટ્રાય ગ્લીસરાઈડ છે.
  2. કમ્પાઉન્ડ ફેટ ગ્લીસ્રોલ ઉપરાંત ફોસ્ફરસ,કાર્બોદિત અને પ્રોટીન ધરાવે છે.૧ ફોસ્ફોલીપીડ,૨ ગ્લાયકોલીપીડ  અને ૩ લિપોપ્રોટીન તેના પ્રકાર છે.
  3. ડીરાઈવડ ફેટ ચરબીમાંથી જયારે ૧ કે ૨ ફ્રી ફેટી એસીડ કે મોનોકે ડાય  ગ્લીસરાઈડ છુટા પડે તેને ડીરાઈવડ ફેટ કહેવાય છે.તેમાં ૧ ગ્લીસ્રોલ ,૨ સ્ટેરોલ અને ૩ ફેટી એસીડ હોય છે.(ચરબી દ્રાવ્ય વિટામીન-એ,ડી,કે અને ઈ )
  4. અનસેપોનીફાયેબલ ફેટ.-આમાં સ્ટેરોલ્સ મહત્વ ણા છે .ન્યુટ્રીશન માં કોલેસ્ટ્રોલ અને આર્ગોસ્ટેરોલ અગત્યના છે.અને બંને વિટામીન-ડી ના પુર્વસ્વરૂપ છે.
       આ ઉપરાંત ચરબી માં ઘણા જાત ના ફેટી એસીડ આવેલા છે. જેને વિભાગ માં વહેંચાય છે.
  1. સંતૃપ્ત અથવા સેચ્યુરેટેડ ફેટી એસીડ :માયરીસ્ટીક ,પામીટીક અને સ્ટીયરિક એસીડ તેના ઉદાહરણ છે.
  2. અસંતૃપ્ત અથવા અન્સેચ્યુંરેટેડ ફેટી એસીડ:મોનોંઅનસેચ્યુંરેટેડ તથા પોલીંઅન સેચ્યુંરેટેડ .

  પોષણની દ્રષ્ટિએ ફેટીએસીડ નું આગવું મહત્વ છે.
  • આવશ્યક ફેટી એસીડ(EFA)        જે ફેટી એસિડનું કાર્બોહાઈડ્રેટમાંથી સંશ્લેષણ થઇ શકતું નથી તેમ જ શરીર માં જરૂરી છે,તેને આવશ્યક ફેટી એસીડ કહે છે.દા.ત.લીનોલીનીક એસીડ તેની ખામીથી ફ્રીનોડરમાં નામનો રોગ થાય છે.(આ મટાડવા linseed, safflower or sad નો ઉપયોગ કરી શકાય.આ વિટામીન બીમાં પણ સમૃદ્ધ હોય છે,તેથી EFA ઉપરાંત વિટામીન-બી જૂથ  અને વિટામીન-ઈ આપવાથી ફાયદો થાય છે.EFA કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ જરૂરી છે.)માખણ,ક્રીમ,એનિમલ ફેટ,કોડલીવર ઓઈલ,સેરેડાઈન ઓઈલ,ફીશ ઓઈલ,
  • અનાવશ્યક ફેટી એસીડ જે ફેટી એસીડમાં કાર્બન ચેન સાથે જોડાયેલ હાઈડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી હોય તે અનાવશ્યક ફેટી એસીડ કહેવાય છે.તમામ આવા ફેટી એસીડ સામાન્ય ગરમીએઓગળીજાયછે.દા.ત.ઓલીવઓઈલ,સિંગતેલ,સરસવનું તેલ ,કોર્ન ઓઈલ,તલનું તેલ,કપાસીયા ઓઈલ,સોયા ઓઈલ.

કોલેસ્ટ્રોલ ના પ્રાપ્તિ સ્થાન-
  1.         વધુ-ઈંડાનો પીળો ભાગ,લીવર,ફીશ,શ્રીમ્પ,સ્વીટબ્રેડ.
  2.         માધ્યમ-હોલ મિલ્ક,ચીઝ,ક્રીમ,આઈસ્ક્રીમ,માખણ,માંસ,ક્રેબ.
  3.         ઓછું ચરબી વગરનું દૂધ,સ્કીમ મિલ્ક ચીઝ,નોન ફેટ યોગર્ટ .
  4.         ગેરહાજરી-ઈંડાનો સફેદ ભાગ,તમામ વનસ્પતિજ ખાદ્ધ્યો.
ભય જનક અવસ્થા:-
         વધુ પડતી ચરબી થી હાયપર કોલેસ્ટ્રરેમીયા,એથેરો સ્કલેરોસિસ,કોરોનરી હાર્ટ ડીસીઝ,કેન્સર .જેવા રોગ થઇ શકે છે.

             ચરબીની અછત પણ ભય જનક છે.તેનાથી કુપોષણ,ચર્બીદ્રવ્ય વિટામીનો ના  કાર્યો માં અવરોધ,ત્વચા ની સ્નિગ્ધતા ઓછી થવી તેમજ મગજ ના  કાર્યમાં તકલીફ ઉભી થઇ શકે છે.

No comments:

Post a Comment