Sunday, November 13, 2011

10 Most Important Minerals ans Vitamins for the Human Body


શરીર માટે જરુરી ૧૦ અગત્યના ક્ષાર તથા વિટામીન:
Dr.Amber Trivedi
Date: 24/9/2011.

ગયા લેખ માં આપણે વિટામીન-A વિષે થોડી માહિતી મેળવી .આજે આપણા શરીર માટે ખુબ જરૂરી એવા દસ પોષકતત્વો વિષે જાણીએ.

  • CALCIUM: 
             ઓસ્ટીઓપોરોસીસ ,માનસિક તાણ,હૈ બ્લડપ્રેશર,હાઈપર થાઈરોડીઝમ,વધુ વજન ,મેનોપોઝ,કે સગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી છે.-જે આપણને દૂધ અને દૂધની બનાવટો, લીલી ભાજી,રાગી,બ્રોકોલી,સલ્મોન માંથી તથા ટોફુ માંથી મળી રહે છે.

  • FOLATE:
             એનીમિયા,કેન્સર,ડીપ્રેશન,હ્રદયરોગ,નપુંસકતા,ઓસ્ટીઓપોરોસીસ,સગર્ભાવસ્થા,તથા રૂમેટોઇડ આર્થરાઈટીસ થી બચવા માટે જરૂરી છે.-જે આપણને બીન્સ,બીટ,બોકોલી,દરેક પ્રકારની કોબીચ,ખાટા ફળ,શાક-ભાજી,મકાઈ,મસુર,વટાણા,ચોખા ,પાલક,એવોકાડો (એક પ્રકારનું ફળ) માંથી માળી રહે છે.

  • IRON:
             એનીમિયા,રોગ પ્રતિકારક શક્તિની ઉણપ,યાદશક્તિ ઓછી થવી,તેમજ સગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી છે.-તેના પ્રાપ્તિસ્થાન આ પ્રમાણે છે.જરદાલુ,ફેટી ફીશ,અંજીર,મસુર,માંસ, માછલી,વટાણા,હળદર,પૌવા,કાળી ખજુર,લીલી ભાજી.

  • MAGNESIUM:
             અસ્થમા અને એલર્જી,માનસિકતાણ ,વારંવાર થાક લાગવો,કબજીયાત,ડાયાબીટીસ,હાઈ બ્લડપ્રેશર,પથરી,માઈગ્રેન,તથા પરી મેન્સટ્રઅલ સીન્ડ્રોમ, વગેરે દરમ્યાન ઉપયોગી છેજે અનાજ,નટ્સ,ચોખા,તેલીબીયા,પાલખ,શેલફીશ,માંથી માળી રહે છે.

  • SELENIUM:
                    અસ્થમા અને એલર્જી,કેન્સર,હાઈપોથાયરોઈડીઝમ,નપુંસકતા,સ્નાયુઓની તકલીફ,તથા પ્રોસ્ટેટ ની તકલીફો થઇ શકે છે.-માંસ,મશરૂમ,નટ્સ,ચોખા,તેલીબીયા,આખા અનાજ,પોલ્ટ્રી,અને શેલફીશ માંથી પ્રાપ્ત થાય છે.

  • VITAMINB6 :
             ખીલ,એનેમિયા,એન્ઝાઈટી ,સ્ટ્રેસ ,ડીપ્રેશન,હ્રદયરોગ,હાયપોથાયરોઈડીઝમ, એન્ઝોમ્નીયા,યાદશક્તિની ક્ષીણતા ,PMS,તથા સગર્ભાવસ્થા દરમ્યાન જરીરી છે. એસ્પ્રેગાસ,કેળાં,અંજીર,મશરૂમ,વટાણા,બટાકા,શક્કરીયા,ચોખા,તુરીયા,અને ફેટીફીશ માંથી મળે છે.

  • VITAMIN B12:
                   એનીમિયા,ડીપ્રેશન,હ્રદયરોગ,અને નપુસંકતા થી બચવા જરુરી છે.-દુધની બનાવટો,ફેટીફીશ,માંસ,પોલ્ટ્રી,અને શેલફીશ માંથી મળે છે.

  • VITAMIN C:
                  એલર્જી,અસ્થમા,એનીમિયા,બ્રોન્કાઈટીસ,કેન્સર,મોતિયો,થાક,શરદી,તાવ,ડાયાબીટીસ , હેમોરોઈડ્સ,નપુંસકતા,હાઈબ્લડપ્રેશર,રોગ પ્રતિકારકશક્તિ ની ઉણપ,સ્નાયુઓ ની તકલીફ,ઓસ્ટીયો આર્થરાઈટીસ,ઓસ્ટીયોપોરોસીસ,રૂમેટોઇડ આર્થરાઈટીસ,સાઈનસજેવા અઢળક રોગ થી બચવા જરૂરી છે,-ખાટા  ફાળો,બેરીઝ,કોબીજ,કીવીફ્રુંટ,તરબુચ,ટેટી,વટાણા, મરચા,પાઈનેપલ ,બટાકા,સલાડમાં વપરાતી લીલી ભાજી,પાલક,શક્કરીયા,ટામેટા,ટ્રરનિપ, કોથમીર,જામફળ, માંથી મળી રહે છે.

  • VITAMIN-E:
                 બ્રોન્કાઇટીસ,કેન્સર,મોતિયો,ખરજવું,હાઇપરથાઈરોઈડીઝમ ,રોગપ્રતિકારક શક્તિ ની ઉણપ, યાદશક્તિ ની ક્ષીણતા,સ્નાયુઓનું બંધારણ,ઓસ્ટીઓપોરોસીસ,પ્રોસ્ટેટ ની તકલીફો,તથા રૂમેટોઇડ આર્થાઈટીસ માં ઉપયોગી છે.-એવોકાડો,અનાજ,ઓલીવ ઓઈલ ,નટ્સ,સલાડની ભાજી,તથા તેલીબીયા માંથી મળે છે.

  • ZINC:
               ખીલ,બ્રોન્કાઈટીસ,થાક,શરદી અને તાવ,ખરજવું,હેમોરોઈડ્સ,હાઈપોથાઈરોસિઝમ ,રોગ પ્રતિકારક શક્તિ,સાઈનસ,નપુંસકતા,તથા સ્નાયુઓ માટે જરૂરી છે.બીન્સ,અનાજ, બીયા,માંસ,પોલ્ટ્રી અને શેલ ફીશમાંથી મળે છે.


No comments:

Post a Comment