Monday, November 7, 2011

HIGH BLOOD PRESSURE

હાઈ બ્લડપ્રેશર 
Dr.Amber Trivedi.
Date-07/11/11
                                
શરીર ની રચના અદભૂત હોય છે,કોઈ કુશળ કારીગરે ગોઠવેલી વ્યવસ્થા અનુસાર આપણી દેનિક પ્રક્રિયાઓ શરીરની અંદર ચાલ્યા જ કરે છે.હૃદયને સૌથી અદ્ત્યનું અંગ માનવામાં આવે છે,પરંતુ હકીકતમાં તો શરીરનું નાનામાં નાનું અંગ પણ અત્યંત મહત્વ ધરાવે છે.

હાઈબ્લડ પ્રેશર હૃદય ની નળીઓને લગતી બીમારી છે.આજના યુગ માં તેનો રેશિયો દિન-પ્રતિદિન ઉંચો જતો જાય છે.૧૦ માંથી લગભગ ૨ વ્યક્તિ આ રોગ નો શિકાર હોય છે.કેટલાક જાણતા હોય છે,તો કેટલાકને હાર્ટમાં તકલીફ ઉભી નાં થાય ત્યા સુધી ખબર જ નથી પડતી.

મેડીકલની ભાષામાં જોઈએ તો શરીર માં રક્તના પરિભ્રમણ દરમ્યાન આર્ટરી ની દિવાલ ઉપર આવતું દબાણ. આ રોગને “Silent Killerતરીકે ઓળખવામાં આવે છે.કારણકે જ્યાંસુધી તેના લક્ષણો નાં દેખાય ત્યાં સુધી અંદર થયેલું નુકશાન જાની શકાતું નથી.

હૃદય માં લોહી જવાની અને બહાર નીકળવાની પ્રક્રિયા દરમ્યાન નળીઓનું સંકોચન અને પ્રસરણ થાય છે,જ્યારે સંકોચન થાય છે,ત્યારે લોહી નળીના દબાણ દ્વારા આગળ ધકેલાય છે,અને પ્રસરણ થાય છે,ત્યારે પહેલાની સ્થિતિ  પ્રાપ્ત કરે છે.આને સિસ્ટોલિક અને ડાયસ્ટોલીક પ્રેશર કહેવાય છે.જે સામાન્ય રીતે ૧૨૦ (systolic) અને ૮૦ (diastolic)હોય છે.જો આ રેશિયો વધે તો હાઈ બ્લડપ્રેશર અને રેશિયો ઘટે તો લો બ્લડપ્રેશર કહેવાય છે.

Reasons કારણો:
આ રોગ થવામાતે ધણા કારણો જવાબદાર ગણી શકાય છે.સ્મોકિંગ ઓબેસીટી,ફેમીલી હિસ્ટ્રી,સ્ટ્રેસ,હાઈ સોડીયમ ડાયેટ,સેન્સીટીવ સ્વભાવ જેવા અને ક કારણો જવાબ દાર હોય છે,પરંતુ મોટાભાગે ચોક્કસ કારણ ઝડપથી ખબર પડતું નથી.

Diet ડાયેટ:                                                            
હાઈબ્લડ પ્રેશર ને કન્ટ્રોલ કરવા લો સેચ્યુરેટેડ ફેટ ડાયેટ ખુબ મહત્વનો છે.આ ઉપરાંત કેલ્શ્યમ,ડાયેટરી ફાઈબર,મેગ્નેશીયમ,પોટેશ્યમ,વિટામીન સી,પુષ્કળ પ્રમાણ માં લેવાય તે જરૂરી છે.મોનોસેચ્યુરેટેડ ફેટ,ઓમેગા-૩ ફેટી એસીડ,પણ પ્રેશર લો કરવામાં અકસીર સાબિત થાય છે.મોડરેટ એમાઉન્ટ માં લેવાતું પ્લાન્ટ પ્રોટીન પણ રક્તચાપ સામાન્ય રાખવામાં મદદ કરે છે.આર્જીનીન,ફ્લેવોનોઈડસ,સલ્ફર યુક્ત ખાદ્યો ,પણ આ રોગ ને કંટ્રોલ માં રાખવામાં અગત્યનો ફાળો આપે છે.

આપણે પોષક તત્વો અનુસાર ખાદ્ય પદાર્થ વિષે જોઈએ.

  1. કેલ્શ્યમ :ડેરી પ્રોડક્ટ્સ,રાગી,બ્રોકોલી,અંજીર,લીલી ભાજી,(આની ઉણપ થી વૃદ્ધો,આફ્રિકન અમેરિકન તેમજ સોડીયમ સેન્સીટીવ લોકોમાં હાઈબ્લડ પ્રેશર ની શક્યતા વધે છે.
  2. ફાઈબર:શાકભાજી,ફળ,આખા અનાજ,કઠોળ,દાડમ,મસુર,અસ્પારેગાસ,
  3. મેગ્નેશીયમ:તાંદળજો,સીડ્સ,આવોકાડો,ઘઉંનું થૂલું,ફાડા,બ્રાઉન રાઈસ,સનફ્લાવર સીડ્સ .
  4. ઓમેગા-૩ ફેટી એસીડ:ફ્લેક્ષ્ સીડ્સ,ફેટી ફીશ ,શેલફીશ.
  5. પોટેશ્યમ :કેળા,બટાકા,આવોકાડો.
  6. વિટામીન-સી:બેરીઝ,બ્રોકોલી,ખાટાફળ,આમળા ,મરચા,કોબીજ,જામફળ.
  7. આર્જીનીન: નટ્સ,ડેરી પ્રોડક્ટ્સ,ફીશ.
  8. ફ્લેવોનોઈડ્સ : ફળ,શાકભાજી,અનાજ,ચા,વાઈન.
  9. સલ્ફર કમ્પાઉન્ડ:લસણ,ડુંગળી.
        આ ઉપરાંત દિવસ દરમ્યાન ૨,૪૦૦ મીલીગ્રામ થી વધારે સોડીયમ ના લેવાય તો વધુ સારું.(સામાન્ય વ્યક્તિ માટે.)

No comments:

Post a Comment