Sunday, November 27, 2011

સાયનસ (sinusitis)

  ડૉ.અંબર તરલ .
                                                                                                           ૨૮/૧૧/૨૦૧૧.

             સમગ્ર વિશ્વ માં આ એક કોમન પ્રોબ્લેમ જોવા મળે છે.સાયનસ કેવીટીમાં ઇન્ફેકશન થવાને કારણે બળતરા શરુ થાય છે.સામાન્ય રીતે સાયનસ નાં બે પ્રકાર પડે છે.
  1. એક્યુટ 
  2. ક્રોનિક.
             ૧ એક્યુટ-આ પ્રકારનું સાયનસ ૩ કે તેથી વધુ અઠવાડિયા સુધી રહે છે.
             ૨ ક્રોનિક-જે ૩ થી ૮ અઠવાડિયા સુધી કે તેથી પણ લાંબો સમય ચાલુ રહી શકે છે.



             એક સર્વે મુજબ આશરે ૩થી ૭ લાખ અમેરિકન્સ દર વર્ષે આ રોગનો ભોગ બને છે.આ બંને પ્રકારના સાયનસ વ્યક્તિને બેચેન બનાવે છે .આની તીવ્રતા વધુ હોય તો દુઃખાવો પણ જોવા મળે છે.
સાયાનસ માં કોશો માં સોજો આવે છે અને ચીકાશ વાળું પ્રવાહી ઉત્પન્ન થાય છે.જેને સરળતાથી સાયનસ ની સાંકડી નળીમાંથી બહાર નીકાળવું શક્ય નથી.પરિણામે માથાનો દુઃખાવો,સળેખમ,સખ્ત કફ,થાક,નાકની આજુબાજુ અને આંખોની નીચે નાં ભાગમાં દુખાવો થાય છે.ચોક્કસ પ્રકારનું સાયનસ નું પેઈન સવારથી શરુ થાયછે,જે દિવસ દરમ્યાન તીવ્ર બંને છે.ઘણી વાર આની સાથે તાવ,નાક નીતર્યા કરવું,બળતરા,થાક અને નબળાઈ પણ જણાય છે.
             આમ તો સામાન્ય લાગતો આ રોગ સામાન્ય નથી.બંને પ્રકારના સાયનસ શ્વાસનળી માં ચેપ પછી શરુ થાય છે.સાયનસ પેસેજમાં એલર્જી,ફ્લુ,અથવા કોમન શરદી ને કારણે બેક્ટેરીયલ ઇન્ફેક્શન થાય છે અને તેથી આ પેસેજ બ્લોક થઇ જાય છે.ક્યારેક રોગપ્રતીકારક શક્તિ ઓછી હોય તો નાકમાં ફૂન્ગલ ઇન્ફેક્શન પણ થાય છે.આ ઉપરાંત બેક્ટેરીયાને કારણેમોં,જડબા,દાંત,વગેરેને પણ ચેપ લાગે છે.તમાકુની વાસ,ધુમાડો,કે ધૂળના રજકણ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.


આહાર દ્વારા સારવાર:


  1. વિટામીન-સી -આ વિટામીન આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.આ રોગ દરમ્યાન તે ઘણું જરૂરી છે.-ખાટાફળ,મરચા,બેરીઝ અને પાઈનેપલ નો ઉપયોગ કરવો સારો રહે છે.
  2. ઝીંક-બિનજરૂરી વાઇરસ અને ચેપ ણી સામે લડત આપવા ઝીંક જરૂરી છે.વાળી તેમાં બળતરા રોકવાની ક્ષમતા પણ રહેલી છે,જે સાયનસ માટે જરૂરી છે.-બીન્સ,વ્હીટજર્મ,પોલ્ટ્રી,અને ક્રેબ માંથી મળે છે.
  3. બ્રોમેલીન-પાઈનેપલ માં રહેલું બ્રોમેલીન સાયનસ દરમ્યાન ઉપયોગી બંને છે.
  4. થીઓફીલીન-શ્વાસોશ્વાસ માં રાહત આપે છે.-ગરમ ચા નો કપ આમાટે અકસીર સાબિત થાય છે.તેને પીવાથી અને તેની વરાળ નાકમાં જવાથી રાહત અનુભવાય છે.
  5. એલાય આઈસોથીઓસાયાનેટ-મૂળા,રાઈ,અને આદુ માં હોય છે.જે નાકના પ્રવાહીને પાતળું કરવામાં મદદ કરે છે.
  6. પાણી-પુષ્કળ પાણી પીવું હિતાવહ છે,જેનાથી કફ પાતળો પડે છે અને સરળતાથી ભાર નીકળે છે.

1 comment: