Sunday, November 13, 2011

PROTEIN


  
પ્રોટીન
Dr. Amber Trivedi

             ઈ.સ.૧૮૩૮માં ડચ વૈજ્ઞાનિક મુલડર દ્વારા પ્રોટીન ની શોધ કરવામાં આવી.ગ્રીકમાં પ્રોટીન નો અર્થ થાય છે પ્રથમ આવનાર.જીવન માટે અતિ આવશ્યક. પ્રોટીન સાચે જ તમામ પોષક તત્વોમાં અગ્ર સ્થાને બિરાજે છે.
             તમામ સજીવમાં પ્રોટીન ની ઉપસ્થિતિ  તો હોય જ છે. આવા અગત્યના પોષક તત્વ વિષે જાણવું જરૂરી છે.

       પ્રોટીનને તેના પ્રાપ્તિસ્થાન ના આધારે બે વિભાગમાં વર્ગીકૃત કરાય છે.
  1. પ્રાણીજ પ્રોટીન-જે આપણને દૂધ,દૂધની બનાવટો,ઈંડા,માંસ,માછલી વિગેરે માંથી મળે છે.આ સૌથી ઉત્તમ પ્રોટીન ગણાય છે.ટે શરીર ના વૃદ્ધિ ,વિકાસ અને જાળવણી માટે જરૂરી છે.
  2. વનસ્પતિજ પ્રોટીન-જે અનાજ,કઠોળ,નટ્સ,ફળ,શાકભાજી વિગેરે માંથી મળે છે.આ પ્રોટીનમાંથી જરૂરી તમામ એમીનો એસીડ ન મળતા હોવાથી વૃદ્ધિ તો શક્ય છે,પણ વિકાસ નહી.
પ્રોટીન શરીરમાં કેટલાક અગત્યના કાર્યો કરે છે.

  1. શરીરનું નિર્માણ જેમાં વાળ,નખ,ત્વચા,ગ્રંથીઓ,હાડકા,તથા સ્નાયુઓમાં હોય છે.તેથી વૃદ્ધિ માટે અતિ આવશ્યક છે.
  2. શરીરમાં સતત કોષોનું નિર્માણ અને ઘસારો ચાલ્યા કરે છે.તેના બનાવટ અને સમારકામ પ્રોટીન થકી થાય છે.(દાઝવું,ઓપરેશન,એક્સીડેન્ટ)
  3. રક્ત માં રહેલા પ્રોટીન ને ફાઈબ્રીનોજન કહે છે.જે લોહી ગંઠાવાનું  કામ કરે છે.
  4. ઇન્સ્યુલીન,એપીનેફ્રીન,તથા થાયારોક્સીન જેવા હોર્મોન પ્રોટીન થી બને છે.
  5. તમામ એન્ઝાઈમ્સ પ્રોટીન દ્વારા બને છે.
  6. લોહીનું હિમોગ્લોબીન પ્રોટીન ને આભારી છે.
  7. આંખમાં રોડોપ્સીન નામનો પદાર્થ કે જે દ્રષ્ટિમાં સહાયક બને છે તે પણ પ્રોટીન ને જ કારણે છે.
  8. પાણીનું સંતુલન જાળવી રાખે છે.
  9. શરીરમાં એસીડ તથા બેઝ ને શરીરમાં જમા થતા રોકે છે.
  10. એન્ટીબોડીઝ બનાવવાનું અગત્યનું કાર્ય કરે છે.

             પ્રોટીન માં રહેલા લાયસીન ,મીથીયોનાઈન,થ્રીયોનીન તથા ટારીપટોફેન નામના આવશ્યક એમાઈનો એસિડનું પ્રમાણ ખોરાકમાં વધુ હોય છે.તેથી વિવિધ એમાઈનો એસીડ ભેગા કરી પ્રોટીનનું પ્રમાણ વધારી શકાય છે .જેમકે-અનાજ અને કઠોળનું મિશ્રણ,દાખલાતારીકે:દાળ-ભાત,ખીચડી,મીસ્સીરોટી,મેક્રોની,બ્રેડ આમલેટ,સેન્ડવીચ,ઢોકળા,હાંડવો,ઈડલી,ઢોસા,દૂધવાળો શીરો વિગેરે.ઉપરાંત ફણગાવેલા,આથોલાવેલા,એન રીચ  કરેલા ખોરાકમાં પણ પ્રોટીન નું પ્રમાણ વધુ હોય છે.

             બીજી અગત્યની વાત એ છે કે જેટલું પ્રોટીન ખાવામાં આવે તેટલું બધુજ શરીરમાં ઉપ્યીગમાં લેવાતું નથી.સામાન્ય રીતે પ્રાણીજ ખાદ્ધ્યો માંથી-૯૭%,અનાજ અને ફળમાંથી ૮૫%,કઠોળ અને દાણા માંથી ૭૫%નો જ ઉપયોગ થાય છે.,તેથી જરૂર કરતા વધુ પ્રોટીન લેવું જરૂરી છે.
પ્રોટીન ની ખામી થી થતા રોગ પણ જાણવા જોઈએ.
  1. કુપોષણ
  2. ક્વાશીયોરકાર
  3. મારાસ્માસ
  4. ઇડીમાં
  5. એનીમિયા .
             સામાન્ય રીતે પ્રોટીનની દેનિક જરૂરીયાત વ્યક્તિના વજન દીઠ પ્રતિ કિલો ૧ ગ્રામ હોય છે.સગર્ભાવસ્થા તથા લેક્ટેશન પીરીયડ દરમ્યાન,વૃદ્ધિ અવસ્થામાં,અલ્સર,કોલાયટીસ,ટી.બી., એનેમિયા ,ઓપરેશન પછી ,કેન્સર જેવા રોગમાં પ્રોટીન ની જરૂરીયાત વધી જાય છે.સ્વસ્થ વ્યક્તિએ ૬૦ થી ૬૫ ગ્રામ પ્રોટીન રોજે લેવું જ જોઈએ.
કેટલીક પ્રોટીન સમૃદ્ધ વાનગીના નામ:

દૂધપાક,બાસુંદી,રસમલાઈ,પોરીજ,ચીકી,ફણગાવેલા મગના પરોઠા,મિક્સ કઠોળનું ઉસળ,ખીચડી,ખીચડો,સોયાબીન ની કોઈ પણ વાનગી.(વનસ્પતિજ ખાદ્ધ્યો  માં સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે.પરંતુ સોયામાં ટ્રઈપ્સીન ઇનહીબીટર  હોવાથી
તેને પ્રોસેસ કર્યા વગર ખાઈ શકાય નહી ,દા.ત:પલાળીને ,ફણગાવીને,પલાળ્યા પછી સુકવી દળાવીને ,ખાઈ શકાય,પરંતુ સીધા દળાવીને ના ખાઈ શકાય.)


No comments:

Post a Comment