Sunday, November 13, 2011

FOOD AND NUTRIENTS

આહાર અને પોષક તત્વો 
Dr Amber Trivedi
Date-08/10/11
                               
આજકાલ પોષક તત્વો એ એક બહુ ચર્ચિત વિષય છે.બધા જ જાણે છે કે જીવવા માટે ખાવું પડે.જો કે ધણા ખાવા માટે જીવતા હોય છે,તે અલગ વાત છે.ખોરાક ખાવો અને એમાંથી પોષણ મળવું બંને અલગ-અલગ બાબત છે,કારણકે ,પોષક તત્વો વિશાળ  શ્રેણી ધરાવે છે.અને દરેક પોષકતત્વો જુદી-જુદી રીતે અને જુદા-જુદા હેતુ માટે હોય છે.ખોરાકનો કોળિયો મો માં મુકનારને કદાચ ખબર નથી હોતી કે ,એક કોળિયો કેટલો અગત્યનો છે.દિવસ દરમ્યાન વ્યક્તિએ કેટલું ખાવું,કયા ખાદ્ય પદાર્થો ખાવા ,કઈ પધ્ધતિ થી રાંધીને ખાવું  આ બધી ઝીણી બાબતો ની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે.

        આજે આપણે કેટલા પ્રકારના પોષક તત્વો હોય છે તેની માહિતી મેળવીશું.
  • પ્રોટીન
  • કાર્બોહાઇડ્રેટ
  • ચરબી
  • વિટામીન-વિટામીન બે પ્રકાર ના હોય છે.
૧.  પાણી દ્રાવ્ય
વિટામીન-બી-૧,-(થાયામીન)
વિટામીન બી-૨ (રાયબોફ્લેવીન)
        નાયાસીન
વિટામીન-બી-૬ પાયારીડોક્સીન
પેનટોથેનીક એસીડ
ફોલિક એસીડ
બાયોટીન
કોલીન
એમીનો બેન્ઝોઈક એસીડ
ઇનોસીટોલ
વિટામીન-બી-૧૨
વિટામીન-સી (એસ્કોર્બિક એસીડ  અથવા સીવીતેમિક એસીડ  )
વિટામીન-પિ-(બાયોફ્લેવોનોઈડ્સ )
લીપોઈક એસીડ,
૨.     ચરબીદ્રાવ્ય વિટામીન:
        વિટામીન-એ અને કેરોટીન
        વિટામીન ડી
        વિટામીન-ડી ૨(કેલ્સીફેરોલ,આર્ટીફીસીયલ વિટામીન ડી)તથા વિટામીન -૩
        (ઈરેડીકેટેડ )ડી હાઈડ્રો કોલેસ્ટ્રોલ ,નેચરલ વિટામીન-ડી)
        વિટામીન-ઈ
        વિટામીન-કે.
  • ક્ષાર્:( મિનરલ્સ)
કેલ્શ્યમ
ફોસ્ફરસ
મેગ્નેશીયમ.
સોડીયમ ક્લોરાઈડ
પોટેશ્યમ
આર્યન
  • ટ્રેસ એલીમેન્ટ્સ (ઘણા એલીમેન્ટ્સ ખોરાક તથા ટીસ્યુ માં થોડીક્જ માત્રા માં બને છે.તેને ટ્રેસ એલીમેન્ટ્સ કહેવાય છે.)
  •     કોપર
  •     ઝીંક
  •     આયોડીન
  •     ફ્લુંરોઈન
  •     મેંગેનીઝ
  •     કોબાલ્ટ
  •     મોલીબ્ડેનમ
  •     સેલેનીયમ
  •     નિકલ
  •     ક્રોમીયમ
  

આટલા બધા નામ જે યાદ પણ નથી રહેતા ,તે આપણે રોજ ખોરાક દ્વારા મેળવવાના હોય છે.પ્રશ્ન એ છે કે ,આ બધુજ શેમાંથી મળે ?અને જો ના  મળે તો શું થાય?આનો ઉત્તર ઘણોજ  લાંબો છે.જો જાણવાની ઈચ્છા  હોય તો જણાવશો .જેથી આગળ ચર્ચા કરી શકાય. 


No comments:

Post a Comment