Saturday, October 22, 2011

કંચન વરણી કાયા અને આહાર.


કંચન વરણી કાયા અને આહાર.
Dr. Amber Trivedi
Date :18/9/2011
સુંદરતા ને બે પ્રકાર ની બાબતો સાથે સંબંધ છે.

૧ બાહ્ય
૨ આંતરિક

        બાહ્ય સુંદરતા માટે લોકો અનેક જાત નાં પ્રયોગો કરે છે.જેમ કે સારા વસ્ત્રો ,સારો દેખાવ,કૃત્રિમ પ્રસાધનો.લોકો જાણે છે કે ,સારો દેખાવ સામેની વ્યક્તિ પર સારો પ્રભાવ પાડે છે.પરંતુ હકીકત એ છે કે,બહાર થી સારા દેખાવા માટે અંદર ની સુંદરતા પણ એટલી જ જરૂરી છે.
        વ્યક્તિ ની આંતરિક સુંદરતા ઘણા પરિબળો પર આધારિત છે,જેમાં સૌથી અગત્યનો ગણાય તે છે સ્વભાવ.ઘણા લોકો પ્રશ્ન કરે છે કે સ્વભાવ ને અને સુંદરતાને શું સંબંધ હોઈ શકે?તો ચાલો આજે આપને એના વિષે જ વાત કરીએ. 
        શરીરના ઘણા રોગ સ્વભાવ ને આધારિત છે એમ કહેવું જરાય ખોટું નથી.માનવી નાં શરીર રૂપી યંત્ર માં મુખ્ય કળ મગજમાં આવેલી પીચ્યુટરી ગ્રંથી માં આવેલી છે.આપને જે લાગણીઓ અનુભવીએ છીએ તેની શરૂઆત મગજ માંથી થાય છે.ખુશી,દુ:ખ,ઈર્ષ્યા,ચિંતા,જેવી અનેક લાગણી દરેક માનવી અનુભવે છે,પણ જયારે તેનો અતિરેક થાય છે,ત્યારે આની અસર પીચ્યુટરી ગ્રંથી નાં સ્ત્રાવ ઉપર થાય છે.HCL નું પ્રમાણ શરીર માં વધે છે.અને અલ્સર,કોલાઈટીસ ,જેવા રોગ થઇ શકે છે.



        શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેને માટે આહાર પણ એટલોજ જરૂરી છે.
નાં જણાવ્યાનુસાર દરેક વ્યકિતએ પોતાની વય,જાતી,કાર્યના પ્રકાર જેવા ઘણા પરિબળોને આધારે રોજીંદો આહાર લેવો જોઈએ.જેમાં ખોરાકનાં મુખ્ય ૫ જૂથનો સમાવેશ કરવો જ જોઈએ.જેમાં ૧ અનાજ અને કઠોળ,૨ દૂધ અને દૂધની બનાવટ ૩ ફળ અને શાકભાજી  ૪ તેલ અને તેલીબીયા ૫ ગોળ અને ખાંડ.

        આપના શરીર માટે વિવિધ પોશાક તત્વો જરૂરી છે.આ તમામ પોષક તત્વો આપણને આ પ્રકાર નાં આહાર માંથી મળી રહે છે.પોષક તત્વોને તેમના કાર્ય અનુસાર જુદા-જુદા વિભાગ માં વહેંચવા માં આવે છે.જેમાં શક્તિ આપનાર,રોગપ્રતિકારક શક્તિ વધારનાર,તેમજ શરીરની જાળવણી કરનાર અનેક પ્રકારના પોષક તત્વોનો સમાવેશ થાય છે.
        ત્વચા તથા આંખોને  જાળવવા-વિટામીન-A,(રેટીનોલ પ્રાણીજ ખાદ્યો,તથા બીટાકેરોટીન વનસ્પતિજ ખાદ્યો )લેવું જરૂરીછે.રેટીનોલ આપણને ઈંડા ,માખણ,ચીઝ,તથા માંસ માછલી માંથી મળે છે ,તથા બીટાકેરોટીન પીળા રંગનાં કે કેસરી રંગનાં શાક તથા ફળ માંથી ,લીલી ભાજી માંથી મળી રહે છે.
       
કેરોટીન અગત્યના એન્ટીઓક્સીડેન્ટ પણ ધરાવે છે.
વધુ આવતા રવિવારે .
,

ICMR

No comments:

Post a Comment